લીંબડી: ઓફિસમાં આગ લાગી હતી આ આગને પગલે લાખોનું નુકશાન…

લીંબડી મીલન જીનીંગ ઓફિસમાં આગ હતી આ આગને પગલે લાખોનું નુકશાન થવા પામ્યું છે. લીંબડીથી આશરે 2 કિલોમીટર દૂર અમદાવાદ હાઈવે ઉપર આવેલ મીલન જીનીંગની ઓફિસમાં ભીષણ આગ લાગતા દોડધામ મચી હતી. આ જીનીંગના માલિક બાબુભાઈ જીનવાળા જેઓ પોતાની ઓફિસમાં બેઠા હતા ત્યારે અચાનક ભીષણ આગ ઉપર નજર પડી હતી તેમને તાત્કાલિક ફાયર બ્રિગેડને જાણ કરી હતી અને ફાયર બ્રિગેડની ટીમે ઘટના સ્થેળએ પોહંચી આગને કાબુમાં લીધી હતી.પ્રાથમીક તપાસમાં જાણવા મળ્યું છે કે આ આગ શોર્ટસર્કિટના કારણે લાગી હતી.આ આગમાં કોમ્પ્યુટર સર્વર રૂમ બળીને ખાખ ઓફિસના કોમ્પ્યુટર અને અન્ય સરસામાન પણ બળી ખાખ થઈ ગયા હતા. આ દુકઘટનામાં સદ નશીબે કોઈને જાન હાની થઈ નથી.