લીંબડી: યુવાન ઉપર છરીના તિક્ષ્ણ હથિયાર વડે હુમલો કરી હુમલાખોરો નાસી છુટ્યા…

સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડીમાં યુવાન ઉપર છરીના તિક્ષ્ણ હથિયાર વડે હુમલો કરી હુમલાખોરો નાસી છુટ્યા હતા. કામકાજ અર્થે પોતાના કામ પર જઇ રહેલ યુવાન પર અચાનક કોઈ વ્યક્તિએ હુમલો કર્યો હતો. હુમલાખોર પાછળથી છરી જેવા તિક્ષ્ણ હથિયારથી ધા મારી ફરાર થઈ ગયો હતો. હુમલામાં ઇજાગ્રસ્તને લીંબડી સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો. વધુ ઇજાને કારણે ઇજાગ્રસ્તને તાત્કાલિક અમદાવાદ હોસ્પિટલમાં રીફર કરવામાં આવ્યો હતો. આ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી આરોપીઓને પકડી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.