“લકી ગ્રુપ” – વિશ્વ ચકલી દિન નિમિતે યુવાન મિત્રોએ લુપ્ત થતી ચકલીની પ્રજાતિ બચાવવા અભિયાન હાથ ધર્યુ…

યુવાન મિત્રોએ લુપ્ત થતી ચકલીની પ્રજાતિને બચાવવા માટેનું અભિયાન હાથ ધર્યુ છે.તેના માટે લકી ગ્રુપ નામની સંસ્થા બનાવી છે જેમાં આઠ જેટલા યુવાનો છેલ્લા ચાર વર્ષથી ચક્લીઘર બનાવીને વિતરણ કરી રહ્યા છે. આસપાસના ગ્રામ્ય પંથકમાં તેમજ શહેરી વિસ્તારમાં ચકલીના ઘર બનાવીને ચકલીને બચાવવાનું સુંદર અભિયાન ચલાવી રહ્યા છે.જેમાં આજે વિશ્વચકલી દિન નિમિતે અગાઉથી જ તૈયારી કરીને રાત્રીના ઉજાગરા કરીને સંસ્થાના યુવાન મિત્રોએ ૫૦૦૦ જેટલા ચક્લીઘર તૈયાર કર્યા હતા.જેનું વિતરણ કરવામાં આવ્યું હતું.