માધુપુરા ખાતે એક જુગાર ધામ ઝડપાયુ જેમાં રમતા 22 લોકોને ઝડપી પાડ્યા…

અમદાવાદના માધુપુરા ખાતે એક જુગાર ધામ ઝડપાયુ છે પોલીસ દ્વારા માધુપુરા વિસ્તારમાં રેડ કરીને જુગાર રમતા 22 લોકોને ઝડપી પાડ્યા હતા તેમજ ઘટના સ્થળેથી 1,40,600 રોકડા,21 ફોન, 4 વ્હીકલ, 13 કેટ મળીને કુલ 2,48,600નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આરોપીઓને હાલ માધુપુરા પોલીસ સ્ટેશનમાં લઈ જવાયા છે. જુગારધામ ચલાવતો મુખ્ય આરોપી હુસૈનમિયાં મિયાણા પણ ઝડપાઈ ગયો છે.આ પહેલા પ્રોહીબિશનના કેસમાં તેના પર 5 વખત પાસાની કલમ લગાવાઈ ચુકી છે.