માંડવી: કેરીના મોટા જથ્થાનો નાશ કરતા વેપારીઓ ભારે ફફડાટ ફેલાયો…

માંડવી નગરપાલિકા આરોગ્યની ટીમે ચેકીંગ હાથ ધરી કેરીના મોટા જથ્થાનો નાશ કરતા વેપારીઓ ભારે ફફડાટ ફેલાયો હતો. નગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા નગરજનોના સ્વાસ્થય માટે અસરકારક પગલાં લેવામાં આવી રહ્યાં છે ત્યારે માંડવીમાં આરોગ્યની ટીમે જુદી જુદી દુકાનો પર સરપ્રાઈઝ ચેકીંગ હાથ ધર્યુ હતુ. જેમાં બજારમાં કાર્બાઇડથી પકવેલી કેરીનુ વેચાણ કરતાં વેપારીની દુકાનો તથા ગોડાઉન અને રહેઠાણ પર ચેકીંગ હાથ ધરી કાર્બાઇડથી પકવેલી 700 કિલોથી વધુ કેરીનો જથ્થો ઝડપી પાડ્યો હતો. બજારમાં જુદા જુદા વિસ્તારમાં એક સાથે હાથ ધરાયેલા ચેકીંગથી વેપારીઓમાં ભારે ફફડાટ ફેલાયો હતો.