મેદાનમાં આગ – ન્યૂઝીલેન્ડ દ.આફિકા રમાઇ રહેલી મેચ દરમિયાન મેદાનમાં લાગી આગ…

ન્યૂઝીલેન્ડ અને દક્ષિણ આફ્રિકા વચ્ચે ડુનડિનમાં રમાઈ રહેલી પ્રથમ ટેસ્ટ મેચ દરમિયાન મેદાનમાં આગ લાગી હતી.મેદાન પર આગી આગને 30 મિનિટની જહેમત બાદ કાબુમા લેવામાં આવી હતી.આ આગ મોટી હોવાથી ફાયર કોલ આપવામાં આવ્યો હતો.ઉલ્લેખનીય છે કે, દક્ષિણ આફ્રિકાએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો.દક્ષિણ આફ્રિકાએ પ્રથમ ઇનિંગમાં ડિન એલ્ગરના 140 રનની મદદથી 308 રન બનાવ્યા હતા.જવાબમાં ન્યૂઝીલેન્ડે પ્રથમ ઇનિંગમાં  કેપ્ટન કેન વિલિયમ્સનના 130 રનની મદદથી 341 રન બનાવ્યા હતા.બીજી ઇનિંગમાં આફ્રિકા એક વિકેટ ગુમાવી 18 રન બનાવી લીધા છે.આ દરમિયાન મેદાન પર આગ લાગતા મેચને રોકવામાં આવી હતી.દક્ષિણ આફ્રકિકા મેચના ત્રીજા દિવસે હજુ 15 રન પાછળ છે અને તેની 9 વિકેટ બાકી છે.