બનાસકાંઠા : દૂધ ચોર ગેંગ પોલીસે ઝડપી…

બનાસકાંઠાના દાંતામાં દૂધ ચોર ગેંગ પોલીસે ઝડપી પાડી. બનાસકાંઠાના દાંતામાં દૂધ મંડળીમાંથી દૂધ ચોરી કરવાની સમગ્ર ધટનાને પોલીસે પકડી પાડી હતી.જેમાં દાંતાના નવાવાસ દૂધ મંડળીમાંથી દૂધની ચોરી કરતા હોવાની ધટના સામે આવી હતી. પોલીસના જણાવ્યા અનુસાર દૂધ મંડળીમાં નોકરી કરતા ટેસ્ટરની સંડોવણી સામે આવી છે.430 લીટર દૂધની ચોરીના મામલે પોલીસ ફરીયાદ કરવામાં આવી હતી.જેના પગલે દાંતા પોલીસે ટેસ્ટર સહિત પાંચ આરોપીઓની ધરપરકડ કરી આગળની તપાસ હાથ ધરી છે.