“મોડાસા” – ની હાઇસ્કુલમાં ધો.10ની પરીક્ષા આપતો ડમી વિધાર્થી ઝડપાયો…

મોડાસામાં મદની હાઇસ્કુલમાં ધો.10ની પરીક્ષા આપતો ડમી વિધાર્થી ઝડપાયો હતો. અરવલ્લી જીલ્લાના મોડાસામાં મદની હાઇસ્કુલમાં ધો.10ની પરીક્ષામાં ડમી વિધાર્થી પકડાયો હતો.આ વીધાર્થી પરીક્ષા શરૂ થઇ ત્યારથી છેલ્લી પરીક્ષા આપવામાં સફળ રહ્યો હતો.પરંતુ સુપરાવાઇઝરને સક જતા તેને તપાસતા ડમી વીધાર્થીનો સમગ્ર કિસ્સો સામે આવ્યો હતો.જીલ્લા શિક્ષણ વિભાગ દ્રારા ડમી વિધાર્થી સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી.