મોરબી: ગુર્જર પ્રજાપતિ સમાજ દ્વારા સમૂહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું…

બ્રહ્મસમાજ આયોજિત સમૂહલગ્ન અને યજ્ઞોપવિત્રની માંગલિક વિધિના આચાર્ય તરીકે શાસ્ત્રી જીગ્નેશભાઈ પંડ્યા ઉપસ્થિત રહ્યા હતા. તેમજ નવદંપતીને આશીવચન પાઠવવા માટે સ્વામી પરમાત્માનંદ સરસ્વતી, પ્રાંત અધિકારી કેતનભાઈ જોષી, જીલ્લા શિક્ષણ અધિકારી બી.એન.દવે સહિતના અગ્રણીઓએ હાજરી આપી હતી જયારે કાર્યક્રમને સફળ બનાવવા સંસ્થાના પ્રમુખ નરેન્દ્રભાઈ પંડ્યા તેમજ મહામંત્રી મધુસુદનભાઈ ઠાકરે જહેમત ઉઠાવી હતી તે ઉપરાંત પ્રજાપતિ યુવા સંગઠન મોરબી દ્વારા ગુર્જર પ્રજાપતિ જ્ઞાતિના પ્રથમ સમૂહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ગુર્જર પ્રજાપતિ સમાજના પાંચ નવદંપતીઓ જોડાયા હતા. જેમાં લગ્નવિધિ કરાવવા માટે શાસ્ત્રી જનકભાઈ પંડ્યા ઉપસ્થિત રહયા હતા. સમૂહ લગ્નોત્સવમાં પધારેલા જ્ઞાતિજનોને સમાજના યુવાન દ્વારા બેટી બચાવો અભિયાન અંગે પ્રેરણા પૂરી પાડવામાં આવી હતી તેમજ દરેક દંપતી બેટી બચાવવાના અભિયાનમાં જોડાઈ તેવી અપીલ કરવામાં આવી હતી.