મોરબી: ખેડૂતોએ રેલી યોજીને જીલ્લા કલેકટરને આવેદન…

મોરબીના ખેડૂતોને સિંચાઈ યોજનાનો લાભ મળતો ન હોવાથી ખેડૂતોએ રેલી યોજીને જીલ્લા કલેકટરને આવેદન આપ્યુ હતું. સરકાર યોજના બનાવીને સમગ્ર સૌરાષ્ટ્રમાં સિંચાઈ માટેનું પાણી પહોંચાડવા પ્રયાસ કરે છે. આ યોજનામાં મધર ડેમ તરીકે મચ્છુ ડેમને રાખવામાં આવ્યો છે. આ ડેમમાંથી ૪૦ ડેમોમાં પાણી આપવાનું છે ત્યારે મોરબી વિસ્તારમાં કોઈજાતની સિંચાઈની સુવિધા મળતી નથી. મોરબી વિસ્તારમાં સિંચાઇનો વધારો કરવામાં આવે તો માળિયા તાલુકાના અનેક ગામોને લાભ મળે તેમ ખેડુતોએ જણાવી સિંચાઇની માંગ કરી હતી. મોરબી જીલ્લાના ખેડૂતોને સિંચાઇ યોજનાનો લાભ ન મળવાને કારણે રેલી યોજી કલેકટરને આવેદનપત્ર આપી્યુ હતુ.