મોરબી: હાર્દિક પટેલનો મંજુરી વિના રોડ શો…

હાર્દિક પટેલે મોરબીથી ટંકારા સુધી મંજુરી વિના રોડ શો અને સભાને સંબોધન કર્યું હતું. હાર્દિક પટેલે મોરબીથી ટંકારા સુધી મંજુરી વિના રોડ શો અને સભાને સંબોધન કર્યુ ત્યાં સુધી પોલીસના જવાનોમુકપ્રેક્ષક બની જોઇ રહ્યા હતા.આ મામલે જીલ્લા પોલીસવડાએ પણ પોલીસના બચાવનો પ્રયાસ કરીને જણાવ્યું હતું કે સભા તેમજ રોડ શો અંગે માહિતી મળી છે જે તપાસ કરીને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. તેમજ રેંજ આઈજી અને જીલ્લા પોલીસવડા સહિતના અધિકારીઓ પોતે હાજર હતા તેમ છતાં પોલીસને હજુ શું ચેક કરવાનું બાકી છે તે સમજાતું નથી. સભાની મંજુરી ન હોવા છતાં પોલીસની હાજરીમાં જ હાર્દિક પટેલે સભાને સંબોધન કર્યું હતું.તો સમગ્ર સભા અને રોડ શો દરમિયાન પોલીસ તેને પહેરો આપીને તેની સુરક્ષામાં લાગી હોય તેવા માહોલ જોવા મળ્યો હતો.