મોરબી: દેશના દરેક ઘરમાં ગેસ કનેક્શન આપવાનો નિર્ધાર કરવામાં આવ્યો…

આ યોજના અંતર્ગત મોરબી ખાતે ગેસ કનેક્શન મેલો યોજવામાં આવ્યો હતો. કેન્દ્ર સરકાર દ્વારા પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના અંતર્ગત મોરબીની પારેખ એજન્સી દ્વારા ગેસ કનેક્શન મેળો સાંસદ મોહનભાઈ કુંડારિયાના અધ્યક્ષસ્થાને રાખવામાં આવ્યો હતો. જે પ્રસંગે જીલ્લા પુરવઠા અધિકારી રેખાબા સરવૈયા, આઈ.ઓ.સી. ના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના અંતર્ગત મોરબી જીલ્લામાં ૧0 હજાર ૨૫૦ ગેસ કનેક્શન આપવાનો ટાર્ગેટ નક્કી કરવામાં આવ્યો હતો જેમાં એક વર્ષમાં જ ૯૭૦૦ કનેક્શન ફાળવી દેવામાં આવ્યા છે તેમજ આજે યોજાયેલા મેળામાં ૧૦૦ લાભાર્થીઓને ગેસ કનેક્શનની ભેટ સરકાર દ્વારા આપવામાં આવી હતી આ અંગે સાંસદ મોહનભાઈ કુંડારિયાએ જણાવ્યું હતું કે મોરબી જીલ્લાનો ટાર્ગેટ પૂર્ણતાને આરે છે.