મોરબી: માધાપર વજેપરના કિશાન સંઘે મોરબીમાં મહારેલી યોજવામાં આવી…

માધાપર વજેપરના કિશાન સંઘે મોરબીમાં મહારેલી યોજવામાં આવી હતી. મહારેલીમાં હજારોની સંખ્યામાં સતવારા સમાજના લોકો જોડાયા હતા. રેલીમાં ટ્રેકટર, કાર અને ૧૫૦ થી વધુ બાઈક સાથે લોકો જોડાયા હતા. મહારેલી શહેરના મુખ્યમાર્ગો પર ફરીને જીલ્લા કલેકટર કચેરીએ પહોંચી હતી. જ્યાં જીલ્લા કલેકટરને આવેદન પાઠવીને જણાવ્યું હતું કે ગુજરાત સરકાર દ્વારા મોરબી અને વાંકાનેર નગરપાલિકા ઉપરાંત 36 ગામોનો સમાવેશ કરવામાં આવ્યો હતો જેના વિરોધને પગલે સરકારે 36 માંથી ૩૩ ગામોની બાદબાકી કરી ગામોને અન્યાય કરવામાં આવતા કલેકટરને આવેદનપત્ર આપ્યુ હતુ.