મોરબી: છેલ્લી ઘડીએ મુલતવી રાખતા સભ્યોએ હોબાળો મચાવ્યો…

મોરબી પાલિકાના શાસક પક્ષ દ્વારા જનરલ બોર્ડની મીટીંગ બોલાવી હતી જે છેલ્લી ઘડીએ મુલતવી રાખતા સભ્યોએ હોબાળો મચાવ્યો હતો. ભાજપના કાઉન્સિલર અને ઉપપ્રમુખના અધ્યક્ષસ્થાને પાલિકા કચેરીના ગ્રાઉન્ડમાં બોર્ડની બેઠક મળી હતી. જેમાં પાંચ ભાજપના અને 22 કોંગ્રેસના મળીને 27 સદસ્યોની ઉપસ્થિતિમાં મળેલી બોર્ડની બેઠકમાં પાંચ એજન્ડા સર્વાનુમતે નામંજૂર કરવામાં આવ્યા હતા. વિવિધ કમિટીની રચના કરવાની હોઇ તેને સર્વાનુમતે મંજુર કરી કમિટીની લ્હાણી કરી દેવામાં આવી હતી.