મોરબી: ૯૩.૯૨ ટકા સાથે રાજ્યમાં દ્વિતીય સ્થાને…

ધોરણ ૧૨ સાયન્સના પરિણામો જાહેર કરવામાં આવ્યા છે જેમાં મોરબી જિલ્લાના કુલ નોંધાયેલા ૨૭૦૮ વિદ્યાર્થીઓમાંથી ૨૬૮૦ પરીક્ષામાં હાજર રહ્યા હતા જેમાં મોરબી જીલ્લાના ૯ વિદ્યાર્થીઓ એ વન ગ્રેડ, એ ટુ ગ્રેડમાં ૮૫ વિદ્યાર્થીઓ, બી વન માં ૨૮૬ વિદ્યાર્થીઓ અને બી ટુ ગ્રેડમાં ૪૩૬ વિદ્યાર્થીઓ ઉતીર્ણ થયા છે જેમાં મોરબી સેન્ટરનું ૯૨.૯૫ ટકા, વાંકાનેરનું ૯૪.૨૭ ટકા અને હળવદનું સૌથી વધુ ૯૭.૩૯ ટકા પરિણામ સાથે જીલ્લાનું સરેરાશ પરિણામ ૯૩.૯૨ ટકા જેટલું શ્રેષ્ઠ રહ્યું છે અને રાજ્યમાં બોટાદ જીલ્લા બાદ મોરબી જીલ્લો ધોરણ ૧૨ સાયન્સની પરીક્ષામાં દ્વિતીય સ્થાન પર રહ્યો છે.