મોરબી: વેપારીની હત્યા કરાયેલી લાશ મળી આવતા ચકચાર મચી…

મોરબીમાં કરોડોની ઉઘરાણી મામલે વેપારીની હત્યા કરાયેલી લાશ મળી આવતા ચકચાર મચી જવા પામી છે. મોરબીના જુના પીપળી ગામે રહેતા ચંદ્રકાંત પ્રેમજી જેઠલોજા (ઉ.વ.૩૮) નામના સિરામિક ટ્રેડીંગના વેપારી ગત શનિવારે ગુમ થયા બાદ અપહૃત વેપારીના જ મોબાઈલ પરથી ત્રણ કરોડની ખંડણી માટે પિતાને ફોન આવ્યો હતો અને બાદમાં ફ્રોન સ્વીચ ઓફ થયો હતો જે મામલે પોલીસની તપાસ ચાલુ હતી પરંતુ તપાસના અંતે વેપારીની હત્યા કરાયેલી લાશ જ પરિવારજનોને હાથ લાગી હતી. મૃતક વેપારીના માથામાં બોથડ પદાર્થના ઘા ઝીંકી હત્યા કરી હોવાનું પોલીસે પ્રાથમિક અનુમાનમાં જણાવ્યું હતું. કરોડોની લેતી દેતીમાં વેપારીનું ઢીમ ઢાળી દેવામાં આવ્યું હતું. ત્યારે તાલુકા પોલીસે હત્યારાઓને શોધવા તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.