મોરબી : બિલ્ડીંગનું બાંધકામ જુનું હોવાથી શહેરી જનોએ તેના સમાર કામની માંગ…

મોરબીમાં આવેલ લખધીરજી એન્જીનીયરીંગ કોલેજના બિલ્ડીંગનું બાંધકામ જુનું હોવાથી શહેરી જનોએ તેના સમાર કામની માંગ કરી છે. કોલેજનું બાંધકામ રાજાશાહી વખતનું હોવાથી બિલ્ડીંગ જર્જરિત હાલતમાં છે જેનું રીપેરીંગ કરવાની માંગ શહેરની જાગૃત સંસ્થા દ્વારા કરવામાં આવી છે.મોરબીની જાગૃત સંસ્થાએ રાજ્યના સચિવને પત્ર પાઠવીને જણાવ્યું છે કે મોરબીની એલ.ઈ. કોલેજ જૂની અને રાજાશાહી વખતની છે જે કોલેજમાં સરકાર દ્વારા નવા બિલ્ડીંગો તેમજ હોસ્ટેલ બનાવવામાં આવી છે. જૂની બિલ્ડીંગ જે મોરબીના મહારાજા દ્વારા દાનમાં આપવામાં આવેલી છે તે બિલ્ડીંગ પહેલા કોલેજના ઉપયોગમાં લેવામાં આવતું હતું. ઐતિહાસિક બિલ્ડીંગ ભૂકંપમાં નુકશાન પામેલી છે જેનું રીપેરીંગ કરવામાં આવ્યું નથી તેમજ આ બિલ્ડીંગને તોડી પાડવામાં આવવાની હોવાની માહિતી મળી હોવાનું જણાવીને સંસ્થાએ ઐતિહાસિક બિલ્ડીંગ તોડી પાડવાને બદલે તેનું રીપેરીંગ કરી યોગ્ય જાળવણી કરવામાં આવે જેથી તેવો પત્ર લખ્યો હતો.