શાહપુરમાં રિક્ષામાં બેસાડવા મુદે યુવાનની હત્યા…

શાહપુરમાં મંગલ પારેખનાં ખાચા પાસે ઓટોરિક્ષા લઈ ને બાબા અને ઇમ્તિયાઝ ઉર્ફે પલ્લી ઉભા હતા તે વખતે રૃ 10 માં મુસાફરને લઈ જવા માટે બન્ને વચ્ચે બોલાચાલી થતા ઉગ્ર સ્વરૃપ ધારણ કર્યુ હતુ આ વખતે બાબા એ કાતર કાઠીને  જાગેર રોડ પર જ ઈમ્તિયાઝનેપેટ, ગળા તથા હાથ પર ત્રણ ધા ઝીંકી દીધા હતા ત્યારબાદ 108 મારફતે વી.એસ હોસ્પીટલ લઈ જતા મૃત જાહેર કર્યો હતો શાહપુર પોલીસે મરનારના ભાઈ મુનવર હુસેન શેખની ફરિયાદ લઈ બાબાખાન પઠાણ સામે હત્યાનો ગુનો નોંધ્યો છે.