મોરબી : સિવિલ હોસ્પિટલ બાબતે આંદોલન…

મોરબીની સિવિલ હોસ્પિટલ બાબતે આંદોલન ચલાવતા સામાજિક કાર્યકરો દ્વારા ગાંધીચોકથી રેલીનું આયોજન કરવામાં આવ્યુ હતુ. જે અંતર્ગત રેલી જીલ્લા કલેકટર કચેરીએ પૂર્ણ થઈ હતી જ્યાં કલેકટરને આવેદન આપીને જણાવ્યું હતું કે મોરબી જીલ્લાની સિવિલ હોસ્પિટલમાં સિવિલ સર્જન પોસ્ટ હોવી જોઈએ જેથી સિવિલ સર્જન કાયદાની રીતે હોસ્પિટલની ખામીઓ દુર કરી શકે. હોસ્પિટલમાં છેલ્લા ૧૫ વર્ષથી  સુપ્રીટેનડેન્ટ નથી અને ઇન્ચાર્જથી કામ ચલાવાય છે જેથી તેની ભરતી કરવાની અપીલ કરાઈ હતી. તેમજ કરોડોની મશીનરી ધૂળ ખાઈ રહી છે અને સીસીટીવી કેમેરા ના હોવાથી અસામાજિક પ્રવૃતિઓ વધી રહી છે જેથી કેમેરા મુકવાની પણ માંગ કરવામાં આવી છે.