મુંબઈમાં પરીણામ દરમિયાન બીજેપી ઓફિસ બહાર શિવસેના અને બીજેપીના કાર્યકર્તાઓ વચ્ચે હંગામો..

મુંબઈમાં 227 વોર્ડના  જાહેર થયેલા પરિણામોમાં શિવસેનાને 84, બીજેપીને 81, કોંગ્રેસને 31 અને એનસીપીને 9 તો, મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાને 7 અને અન્યને 15 સીટ મળી છે.જો કે, મુંબઈમાં શિવસેના મોખરે છે.જયારે મહારાષ્ટ્રની 10 કોર્પોરેશનની ચૂંટણીના  જાહેર થયેલા પરિણામોમાં મુંબઈ અને થાણેને બાદ કરતાં તમામ જગ્યાએ ભાજપનો દબદબો જોવા મળ્યો હતો.તેમજ મુંબઈની 227 સીટો પૈકી શિવસેનાને 84 અને  ભાજપને 81 સીટો મળી હતી.દેશની આર્થિક રાજધાની ગણાતા મુંબઈમાં કોઈ પણ પક્ષને સ્પષ્ટ બહુમતિ ન મળતાં હવે શું થશે?તે એક ચર્ચાનો વિષય બની ગયો છે. ત્યારબાદ મુંબઈમાં બીજેપી ઓફિસ બહાર શિવસેના અને બીજેપીના કાર્યકર્તાઓ વચ્ચે હંગામો થયો હતો.