નડિયાદ: ટ્રસ્ટની જમીન ઉપર કોમ્પ્લેક્ક્ષ ન બનાવવાની માંગણી…

નડિયાદ દિવાળી પોળના રહીશો દ્વારા ટ્રસ્ટની જમીન ઉપર કોમ્પ્લેક્ક્ષ ન બનાવવાની માંગણી કરવામાં આવી હતી. નડિયાદમાં આવેલ મિલકતના વેચાણ માટે આપેલ જમીનના મામલે સ્થાનિકોમાંથી વિરોધનો સુર ઉઠ્યો છે. સ્થાનિકોના જણાવ્યા અનુસાર વરસો જુના મકાનની દરકાર ન લેવાથી મકાન ધરાશાયી થયું હતું. પરંતુ વિસ્તૃત તપાસ કરવામાં આવતા મિલકત ટ્રસ્ટના ચોપડે બોલે છે પણ મિલ્કતનો ઉલ્લેખ ગાયબ કરી દેવામાં આવેલ છે આ જગ્યાનો ફક્ત લોકહિત અને લોકસેવા માટે જ વપરાશ કરી શકાય છે ત્યારે કોમર્શિયલ તેનો ઉપયોગ થઈ શકે નહી તેમજ ફ્લેટ કે કોઈ અન્ય બાંધકામ થશે તો તેનો ઉગ્ર વિરોધ કરવાનું સ્થાનિકો એ જણાવ્યુ હતુ. જરૂર પડેશે તો કોર્ટનો દરવાજો ખખડાવવાની ચીમકી પણ સ્થાનિકોએ ઉચ્ચારી હતી.