નડિયાદ: ચોરીના બનાવમાં 15 થી વધુ દુકાનોના તાળા તૂટ્યા…

ખેડા જિલ્લાના નડિયાદ ટાઉન વિસ્તારમાં ચોરીના બનાવમાં 15 થી વધુ દુકાનોના તાળા તૂટ્યા હતા. નડિયાદ ટાઉનમાં આવેલ સી. જે. બ્રધર્સમાં અજાણ્યા શખ્સો દ્રારા ચોરી કરવામાં આવી હતી. ચોરીના બનાવો વધતા જાય છે તેમ છતા પોલીસ દ્રારા કોઈ કામગીરી કરવામાં ન આવતી હોવાથી વેપારીઓમાં ભારે રોષ જોવા મળ્યો હતો. વેપારીઓએ જણાવ્યું હતું કે જયારે નડિયાદ ટાઉન પોલીસને ચોરી બાબતે ફરિયાદ લખાવવા જઇએ ત્યારે જાણવાજોગ લખીને વેપારીઓને પાછા ધકેલી દેવામાં આવે છે. ત્યારે હવે જોવું એ રહયુ કે પોલીસ આ બાબતમાં કાર્યવાહી કરે છે કે આંખ આડા કાન કરી પ્રજાને તકલીફમાં જ ધકેલતી રહેશે.