નલીયા દુષ્કર્મકાંડમાં પીડીતા દ્રારા નવી બાબતો મીડીયા સામે આવી….

નલીયા દુષ્કર્મકાંડમાં પીડીતા દ્રારા નવી બાબતો મીડીયા સામે આવી હતી જેમાં પીડીતાને ‘ધાકધમકી અને મબલખ નાણાંની ઓફર આપવામાં આવી હતી છતાં કામ ન બન્યું અને ફરીયાદ પછી પોલીસનો સંકજો કસાયો છે એટલે દુષ્કર્મી ગેંગે જ મારા પૂર્વ પતિને રાતોરાત મીડિયા સમક્ષ ઉભો કર્યો છે’એવું નલિયાની પીડિતાએ આક્ષેપો પુરવાર કરવા પડકાર ફેંક્યો છે.તેણે છૂટાછેડાના દસ્તાવેજ દર્શાવ્યા હતા. પીડિતાએ ઘટસ્ફોટ કરતાં જણાવ્યું હતું,‘મેં નલિયામાં એફ.આઇ.આર. નોંધાવી તેની આગલી સાંજે મારા પપ્પાને ડરાવી,ધમકાવી તેમજ લલચાવી કોઠારા ગામેથી કારમાં લઇ જવાયા હતા.’