“નલિયાકાંડ” મામલે પ્રદીપસિંહ જાડેજાએ નિવેદન આપ્યું…

નલિયાકાંડ મામલે પ્રદીપસિંહ જાડેજાએ નિવેદન આપ્યું છે.રાજ્યના ગૃહ મંત્રી પ્રદીપ સિંહ જાડેજએ જણાવ્યું છે કે,નલિયાકાંડમાં સંડોવાયેલા તમામ આરોપીઓ સામે પગલાં લેવામાં આવશે.તમામ કસુરવારો સામે કડક કાર્યવાહી થશે. પછી ભલે તે રાજકીયવગ ધરાવતો હોય આ તમામ લોકોની કોલ ડીટેલ્સ પણ ચેક કરવામાં આવશે. તેમણે માહિતી આપી હતી કે નલિયાકાંડમાં તપાસ સમિતિ નીમવામાં આવી છે. રીટાયર્ડ જજ જે.એલ. દવેના વડપણમાં સમિતિ નલિયાકાંડની તપાસ કરશે.