ન્યૂ કલોથ અને સુમેર માર્કેટ પર દરોડા પાડી તંત્રએ ર૩ મિલકતને તાળાં માર્યા હતા…

ન્યૂ કલોથ અને સુમેર માર્કેટ પર દરોડા પાડી તંત્રએ ર૩ મિલકતને તાળાં માર્યા હતા.પ્રોપર્ટી ટેકસ વસુલાત ઝુંબેશ હેઠળ મધ્ય ઝોનના ટેકસ વિભાગના સત્તાવાળાઓ ખાડિયા વોર્ડમાં દરોડો પાડ્યા હતા. આ વોર્ડમાં આવેલા ન્યૂ કલોથ માર્કેટ અને સુમેર માર્કેટની ર૩ કોમર્શિયલ મિલકતને તાળાં મરાતાં વેપારીમાં ફફડાટ ફેલાઇ ગયો હતો.કોર્પોરેશનના મધ્ય ઝોનના ટેકસ વિભાગ દ્વારા ખાડિયાના પાંચ કૂવા વિસ્તારની ૧૬ કોમર્શિયલ મિલકતો, જમાલપુર વોર્ડમાં ખાનપુર વિસ્તારની ચાર મિલકતોને પણ સીલ કરાઇ હતી. મધ્ય ઝોને પ્રોપર્ટી ટેકસમાં રૂ.૧૧૦.પ૭ કરોડની આવક થઇ હતી. જ્યારે મધ્ય ઝોનને ટેકસ આવકનો ચાલુ વર્ષે રૂ.૧૩૦ કરોડનો લક્ષ્યાંક અપાયો છે