ઇજનેરી કોલેજમાં વિધાર્થીઓની સામે બેઠકોની સંખ્યા વધતા કોલેજોની માઠી દશા…

ઇજનેરી કોલેજમાં વિધાર્થીઓની સામે બેઠકોની સંખ્યા વધતા કોલેજોની માઠી દશા થઇ છે. ડીગ્રી એન્જિનિયરિંગ પ્રવેશ સમિતિ દ્રારા નિયમો જાહેર કરવામાં આવ્યા છે. પ્રવેશ સમિતિ સાથે સંકળાયેલ સુત્રો મુજબ 70 હજારથી વધુ બેઠકો એન્જિનિયરિંગમાં છે જ્યારે તેની સામે 45 હજાર વિધાર્થીઓજ દરખાસ્ત કરનાર છે જે તમામને પ્રવેશ ફાળવી આપવામાં આવવા છતા પણ 25 હજાર જેટલી બેઠકો ખાલી પડી રહેશે તેવી સ્થિતિ હાલમાં જોવા મળી રહી છે.ત્યારે આગામી દીવસોમાં કેટલીક ઇજનેરી કોલેજોને તાળા વાગે તો નવાઇ પામવા જેવુ નહી હોય.