31 C
Ahmadabad, IN
Thursday, February 21, 2019
Home Blog Page 193
અમદાવાદના પાલડી વિસ્તારમાં 22 વર્ષીય યુવતિનો આપધાત કરતા ચકચાર મચી જવા પામી હતી.પાલડી વિસ્તારમાં આવેલા આમ્રપાલી ટાવરના 8 માં માળે થી જાનકી રાઠોડ નામની યુવતિ એ આપધાત કર્યો હતો. યુવતી બાજુનાં વિસ્તારની રહેવાસી છે અને આમ્રપાલી ટાવર માં ઘરકામ અને રસોઈ બનાવવાનું કામ કરતી હતી ફલેટના રહીશોના જણાવ્યા અનુસાર યુવતિ બે વર્ષથી આ ટાવરમાં કામ કરતી હતી અને અનેક...
કેન્દ્ર સરકારે લીધેલ  નોટબંધીના નિર્ણય બાદ દેશમાં કેશલેશ વ્યવહારોને પ્રોત્સાહન મળ્યુ છે ત્યારે લોકોમાં કેશલેશ વ્યવહારોને પોત્સાહન આપવા ભરૂચ વહીવટ તંત્ર દ્વારા ડીજીટલ ધન મેળાનુ આયોજન કરવામાં આવ્યુ હતુ જેમાં રાજ્યકક્ષાના કેન્દ્રીય કૃષિ પ્રધાન પુરુષોત્તમ રૂપાલા ઉપસ્થિત રહ્યા હતા જેઓના હસ્તે કેશલેશ વ્યવહાર કરનાર લોકોને પ્રમાણપત્રો આપવામાં આવ્યા હતા
આઇપીએલની ૧૦મી સીઝન માટે ખેલાડીઓની નિલામી પ્રક્રિયા શરૂઆત થઇ ગઈ છે જેમાં ૩પર ખેલાડીઓ ઉપર બોલી લાગી રહી છે.અફઘાનના મોહમદ નબીને ૩૦ લાખ રૂપિયામાં ખરીદ્યો છે.આ ટુર્નામેન્ટમાં સામેલ થનાર તે અફઘાનનો પ્રથમ ખેલાડી બન્યો છે તે સાથે ભારતના ઝડપી બોલર ઇશાંત શર્માને અને ચેતેશ્વર પુજારાને આંચકો લાગ્યો છે તેઓને અત્યાર સુધી કોઇએ ખરીદ્યા નથી ઉપરાંત ઇરફાન ખાન પઠાણ, ઇમરાન...
અમદાવાદમાં મહિલા પાસે પોલીસ કર્મીએ કરી અભદ્ર માંગણી, જાહેરમાં મેથીપાક ખાધો.પોલીસ પણ ક્યારેક પોલીસ વર્દીની શરમ ભરતી નથી એને લોકો સાથે બેફામ વર્તન કરે છે.અમદાવાદમાં એક પોલીસ કર્મચારીએ મહિલાની છેડતી કરતા તેને પરીણામ ભોગવવાનો વારો આવ્યો હતો.છેડતી બાદ મહિલાએ જાહેરમાં પોલીસ કર્મીને મેથીપાક ચખાડ્યો હતો.મારખાતા પોલીસ કર્મીને જોવા લોકોના ટોળા ઉમટ્યા હતા.
શાહપુરમાં મંગલ પારેખનાં ખાચા પાસે ઓટોરિક્ષા લઈ ને બાબા અને ઇમ્તિયાઝ ઉર્ફે પલ્લી ઉભા હતા તે વખતે રૃ 10 માં મુસાફરને લઈ જવા માટે બન્ને વચ્ચે બોલાચાલી થતા ઉગ્ર સ્વરૃપ ધારણ કર્યુ હતુ આ વખતે બાબા એ કાતર કાઠીને  જાગેર રોડ પર જ ઈમ્તિયાઝનેપેટ, ગળા તથા હાથ પર ત્રણ ધા ઝીંકી દીધા હતા ત્યારબાદ 108 મારફતે વી.એસ હોસ્પીટલ લઈ...
વેરાવળમાં મહાશિવરાત્રીની પરંપરાગત ઉજવણી માટે તડમાર તૈયારી ચાલુ થઈ ગઈ છે.જેમાં આ વખત સૈાપ્રથમ વાર વેરાવળ થી સોમનાથ મંદીર સુઘી શિવજી ની ભવ્ય વૈદીક પાલખીયાત્રા યોજાશે. જેમાં 250થી વધુ કલાકારો શિવવંદના કરશે.  મહાશિવરાત્રીના દિવસે 24 કલાક દર્શન માટે મંદિર ખુલ્લુ રહેશે જેમાં લાખો ની સંખ્યમાં શિવભકતો ઉમટી પડશે ત્યારે મંદીર ટ્રસ્ટ દ્વારા ખાસ સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે
પાલીતાણાના ભીલવાડા વિસ્તારમાં દારૂના અડ્ડા પર જનતા રેડ કરવામાં આવી હતી.ગુજરાતમાં દારૂબંધી માટે ગુજરાત સરકાર દ્વારા દારૂબંધીના કાયદાઓ કડક બનાવવામાં આવ્યા હોવા છતા પણ ગુજરાતમાં દારૂની બદી ઓછું થવાનું નામ જ નથી લેતું ત્યારે તાજેતરમાં પાલીતાણાના ભીલવાડામાં દારૂના અડ્ડા પર જનતા દ્રારારેડ પાડવામાં આવી હતી
અરવલ્લીમાં રેલ્વે સ્ટેશન પરથી  નવજાત શિશુ મળી આવતા ચકચાર મચી ગયો હતો. જેમાં અરવલ્લી જીલ્લાના મોડાસામાં ભૃણહત્યાનો મામલેા સામે આવ્યો છે મોડાસાના રેલ્વે સ્ટેશન પરથી કચરામાંથી તાજી જન્મેલી બાળકી જીવિત બાળકી મળી આવી હતી જેને જોવા મોટી સંખ્યામાં લોકો એકઠા થયા હતા ત્યાર બાદ બાળકીને વધુ સારવારમાટે ખાનગી હોસ્પીટલમાં ખસેડવામાં આવી હતી.
અમદાવાદના પશ્ચિમ વિસ્તારને પીવાનું પાણી પૂરું પાડતી  શેઢી કેનાલમાં ફરીથી પડયુ ગાબડુ.મહુધા વાસણા કેનાલમાં પડેલ ગાબડું ૨૫ મીટરમાં ફેરવાઈ જતા ગામના રહેણાક અને ઉભા પાકવાળા ખેતરોમાં પાણી ઘુસી જતા ગામનાં લોકોને મોટા પાયે નુકસાન થયું હતુ.તંત્રની ખરાબ કામગીરીને લીધે છેલ્લા ત્રણ માસમાં ત્રણ વાર કેનાલમાં ગાબડુ પડવાને લીધે ગામના લોકોએ તંત્ર સામે વિરોધ વ્યકત કર્યો હતો.
બનાસકાંઠા નું જસરા ગામ અશ્વો ની હણહણાટી થી ગુંજી ઉઠશે બનાસકાંઠા જિલ્લાના જસરામાં છેલ્લા પાંચ વર્ષથી ચાર દિવસીય અશ્વ મેળાનું આયોજન કરવામાં આવે છે.અશ્વ મેળા ને લઇ તડામાર તૈયારી  હાલમાં ચાલી રહી છે આ મેળાની અંદર કોઇ અનીચ્છનીય બનાવ ન બને તે માટે તેને સીસીટીવી કેમેરાથી સજ્જ કરવામાં આવ્યા છે.મેળામાં મીની હેલીકોપ્ટર દ્રારા મંદિર ઉપર પુષ્પ વર્ષાનું પણ આયોજન...
ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેનામાં ભંગાણ થયું જેમાં બનાસકાંઠા જિલ્લાના ચાર તાલુકાના કાર્યકરો અને અગ્રણીઓએ રાજીનામા આપ્યા હતા.તો સાથે,અલ્પેશ ઠાકોર ની સરમુખત્યારશાહી,ખોટા વચનો અને સમાજ સાથે છેતરપિંડી કરતા સભ્યોમાં અશંતોષ જોવા મળ્યો હતો. ત્યારબાદ ભાભરમાં યોજાયેલી બેઠકમાં 200 જેટલા સેનાના અગ્રણીઓએ વિરોધ દર્શાવ્યો હતો.અને સેનાના એક હજાર કાર્યકરોએ રાજીનામા આપતા ખળભળાટ મચી ગયો હતો.
રાજકોટ ગ્રામ્ય જીલ્લા પોલીસે ગોંડલ સીટી પો.સ્ટે વિસ્તારમાં પેટ્રોલીંગ દરમ્યાન ચોરોને પકડી પાડ્યા.પોલીસને મળેલ બાતમીના આધારે સુરજભાઇ અને ગીરીશભાઇને પોલીસે રોકી પુછપરછ કરતા તેઓ પાસેથી રાંધણ ગેસના 10 બાટલા સહીત 1 સ્પલેન્ડર બાઇક મળી આવી હતી.તેમજ 1 એલ.સી.ડી.ટી.વી.સહીતનો મુદ્દામાલ પોલીસે પકડી પાડ્યો હતો.પોલીસે ચોરીનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
ધોરાજી શહેર ના ગાંધી વાડી ખાતે નારાયણ સેવા સંસ્થાન ઉદયપુર દ્વારા આયોજિત આત્મીય સ્નેહ મિલન સમારોહ નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.ત્યારબાદ તે સંસ્થા દ્વારા કરાવામાં આવેલી સેવાકીય પ્રવૃતિ ઓ વિષે માહિતી અપાઇ હતી અને સેવા એજ પરમાત્મા ની સેવા છે એવાં ઉદેશ થી ઉદયપુર નારાયણ સેવા સંસ્થાન દેશ વિદેશ માં કામ કરી રહી છે જેમાં તે સંસ્થાએ જન્મ...
આદિવાસી વિકાસ ગૌરવ યાત્રા નું અંબાજી ખાતે સમાપન થયું હતુ. આ યાત્રા ના સમાપન કાર્યક્રમમાં અંબાજી ના જીએમડીસી મેદાન ખાતે મોટી સંખ્યા મા આદિવાસી લોકો જોડાયા હતા ત્યારબાદ અહી આવેલા આદિવાસી સમાજ ના રથ ને મુખ્યમંત્રી ના હસ્તે પુર્ણાહુતી અપાઈ હતી જેમાં ગુજરાત ના મુખ્યમંત્રી વિજય રૂપાણી,ઉપ મુખ્યમંત્રી  નીતિનભાઈ પટેલ અને ભાજપ ગુજરાતપ્રમુખ જીતુભાઇ વાઘાણી હાજર રહ્યા હતા આ...
ભારતે બાંગ્લાદેશને 208 રને હરાવ્યું, સતત 19 ટેસ્ટથી નથી હાર્યું ભારત આર.અશ્વિન અને રવિન્દ્ર જાડેજાની શાનદાર બોલિંગની મદદથી ભારતે બાંગ્લાદેશને એકમાત્ર ટેસ્ટ મેચમાં 208 રને હરાવ્યુ હતું.459 રનના પડકારનો પીછો કરવા ઉતરેલી બાંગ્લાદેશની આખી ટીમ બીજી ઇનિંગમાં 250 રનમાં ઓલ આઉટ થઇ ગઇ હતી.વિરાટ કોહલીની કેપ્ટન્સીમાં ભારતે સતત 19મી ટેસ્ટ મેચ જીતી હતી.આ સાથે જ તેને સુનીલ ગાવસ્કરના 18...
ધોરાજી ના જુનાગઢ રોડ પાસે રેલ્વે ટ્રેક પર એક અજાણ્યા વૃદ્ધ અંદાજીત ઉમર 50 વર્ષ હતી તેઓએ  ટ્રેનની સામે ઝંપલાવ્યું હતું તે વૃદ્ધનું કમકમાટી ભર્યુ મોત નિપજ્યું હતું ઘટનાની જાણ થતા જેતપુર ના જેતલસર જકશન ના રેલ્વે પોલીસ ઘટના સ્થળે પહોંચીને વૃદ્ધના મૃતદેહનો કબજો લઈને  જેતલસર ત્યાર બાદ જેતપુર સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવેલ તથા મૃતકની તપાસમાં રેલ્વે પોલીસ જેતલસરની...
અમદાવાદ શહેરમાં એલીસબ્રીજ પાસે આવેલા ટાઉન હોલમાં ગુજરાતી ગીત કલાકાર પ્રફુલ દવેનો એક  કાર્યક્રમ યોજાયો હતો.આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્તિથ રહ્યા હતા અને ગુજરાતના લોક લાડીલા ગીત કલાકાર પ્રફુલ દવેએ પોતાના મધુર કંઠથી મધુર ગીતો ગાઈને લોકોને મધમસ્ત કરી દીધા હતા.તો આવો આપણે પણ તમના મધુર કંઠન એક ઝલક જોઈએ..
અમીરગઢ પોલીસ દ્વારા 2016માં પકડાયેલો બે કરોડથી વધુ રૂપિયાના દારૂનો નાશ કરાયો હતો.અમીરગઢ પોલીસ દ્વારા વિવિધ રીતે પકડાયેલ 2 કરોડ 37 લાખ 53 હજાર 260 રૂપિયાના કુલ 1 લાખ 74 હજાર 380 વિદેશી દારૂની બોટલોનો નાશ કરાયો હતો. પોલીસ દ્વારા તમામ વિદેશી દારૂ એકઠો કરી બુલડોજર ફેરવી નાશ કરાયો હતો.કાર્યવાહી દરમિયાન દાતાં પ્રાંત અધિકારી,મામલતદાર,ડીસા ડીવાયએસપી,નશા બંધી ઇન્સ્પેકટર તથા નાયબ...
બનાસકાંઠા જિલ્લના ડીસા શહેરના આસપાસના વિસ્તારોમાં વ્યાજખોરોનો ત્રાસ વધી જવા પામ્યો છે.વ્યાજ ખોરોના ત્રાસના કારણે લાચાર થયેલા લોકો જીવન ટૂંકાવા મજબુર બન્યા છે.ડીસામાં એક યુવાન વેપારીએ ધંધાના કામ માટે વ્યાજે નાણા લીધા હતા.આ યુવકે મુડી કરતા પણ ડબલ રૂપિયા ચુકવી દીધા પછી પણ વ્યાજ ખોરો નાણાં વસુલવા ધાક-ધમકીઓ આપતા હતા.ધમકીઓથી ત્રાસીને યુવક વેપારીએ જીવન ટૂંકાવવા માટે પ્રયાશ કર્યો હતો....
કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠનના મેમ્બર એપ્રિલથી પોતાનું પીએફ ફન્ડ ઓનલાઇન કાઢી શકશે.જેના માટે તેમણે પીએફ વિડ્રોઅલ   ફોર્મ ભરીને પોતાની કંપની કે સંસ્થામાં જમા કરાવવાની જરૂર પડશે.જેનાથી...ઇપીએફઓના સેન્ટ્રલ પીએફ કમિશ્નર ડોક્ટર વી.પી.જોયે જણાવ્યું છે કે અમે અમારા મેમ્બર્સને ઓનલાઇન પીએફ વિડ્રોઅલની સુવિધા આપવા માટે કામ કરી રહ્યા છીએ.જેના માટે ઇપીએફઓ કાર્યાલયોને સોફ્ટવેર સાથે જોડવાનું કામ ચાલી રહ્યું છે.

MOST POPULAR

HOT NEWS

Design & Develop By Prashant Suthar Powered By : iDoctype.com