પાલનપુર: પાટણ જિલ્લાના ૧૧૨૦ ઉમેદવારોને નિમણુંકપત્રો એનાયત કરવામાં આવ્યા…

પાલનપુર મુકામે જિલ્લા પ્રભારી મંત્રી દિલીપકુમાર ઠાકોરના હસ્‍તે પાટણ જિલ્લાના ૧૧૨૦ ઉમેદવારોને નિમણુંકપત્રો એનાયત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે મંત્રીશ્રીએ નિમણુંક પામનાર ઉમેદવારોને શુભેચ્છા પાઠવતાં જણાવ્યું કે રાજ્યના યુવાધનને રોજગારી મળી રહે તે માટે રાજય સરકાર ધ્વારા અભિયાન સ્વરૂપે આ કામગીરી કરવામાં આવી રહી છે. તેમણે કહ્યું કે આ વર્ષે રાજયમાં ૬૭ હજાર જેટલા પદો પર ભરતી કરવાનું આયોજન છે. રાજયના પંચાયત વિભાગમાં વિવિધ કેડરોમાં ૧૩ હજાર ઉમેદવારોને નિમણુંકપત્રો એનાતય કરવામાં આવ્યા છે અને ટુંક સમયમાં ૧૫ હજાર જેટલા યુવાનોને પોલીસ વિભાગમાં નિમણુંક આપવાનું આયોજન છે.