“પવિત્ર યાત્ર ધામ દ્વારકામાં દ્વારકાવાસીઓ તેમજ યાત્રિકોએ ધૂળેટીની ઉજવણી કરી”

ધૂળેટીના પાવન પ્રવ પર પવિત્ર યાત્ર ધામ દ્વારકામાં દ્વારકાવાસીઓ તેમજ યાત્રિકોએ કાળિયા ઠાકોર સાથે ધૂળેટીની ઉજવણી કરી હતી.દ્વારકામાં દરેક ઉત્સવ એક અલગ જ ધાર્મિક ભાવના સાથે ઉજવાતો હોય છે હોળી તથા ધૂળેટીના પાવન દિવસે ફૂલડોલ ઉત્સવની ઉજવણી કરવામાં આવી હતી.આ ઉજવણીમાં હજારો ભાવિકોએ રંગે ચંગે અબીલ ગુલાલની છોળો ઉડાવી હતી તેમજ “જય રણછોડ ” ના નાદ સાથે ઉત્સાહા ભેર હોળી-ધૂળેટીના પર્વની ઉજવણી કરી હતી.આ પવિત્ર તહેવાર પર ભાવિકો પગપાળા યાત્રા કરી દ્વારકા આવ્યા હતા.ફૂલડોલ ઉત્સવ મનાવી ભાવીકોએ જાણેકે કાન્હા સાથે રંગે રમ્યાનો અનેરો આનંદ લૂંટ્યા હોય તેમ ભાવિકોનો ઉત્સાહ ચોમેર જોવા મળ્યો હતો.