ખેડબ્રહ્મા – આદિવાસી લોકસંસ્કૃતિનો ચિત્ર-વિચિત્ર મેળો યોજાયો…

ખેડબ્રહ્મામાં આદિવાસી લોકસંસ્કૃતિના દર્શન અપાવતો ચિત્ર-વિચિત્ર મેળો યોજાયો હતો.સાબરકાંઠાના ખેડબ્રહ્મા તાલુકાના ગુણભાખરી ગામ પાસે મહાભારતકાળથી સાબરમતી નદીનો ત્રીવેણીસંગમ વહે છે.જયાં વર્ષોથી ચીત્રવિચીત્ર નામે મેળો ભરાય છે. અહીં  આદિવાસીપ્રજા પોતાના મૃત સ્વજનોની આત્માની મુકિત માટે આખી રાત નદીના પટમાં અસ્થી લઈ સ્વજનોને યાદ કરે છે. અને સવારે અસ્થીવિસર્જન કરી પોતાના સ્વજન માટે મોક્ષની યાચના કરે છે. જેમા આદિવાસી મહિલાઓ પોતાના મૃત સ્વજનને યાદ કરી એકબીજાને ભેટીને રડે છે.આ મેળામાં ગુજરાત અને રાજસ્થાનના આદિવાસીઓની લોકસંસ્કૃતિના દર્શન કરવા મળે છે.આ મેળાને મહાલવા વિદેશી સહેલાણીઓ પણ મોટી સંખ્યામાં આવે છે.