સાસંદ અને ભાજપાના ફાયરબ્રાન્ડ નેતા ગગન સોમ પોલીગ બૂથમાં પિસ્તોલ લઈને ઘૂસ્યા..

મેરઠના સરઘનામાં સાસંદ અને ભાજપાના ફાયરબ્રાન્ડ નેતા સંગીત સોમના ભાઈ ગગન સોમ મતદાન દરમિયાન પોલીગ બૂથમાં પિસ્તોલ લઈને ઘૂસ્યા હતા.પોલીસે તેમની અટકાયત કરીને પૂછપરછ શરૂ કરી છે.લગભગ સાડા નવ વાગ્યાની આસપાસ સરઘનાની બેઠકના મતદાન મથકે ગગન સોમ મતદાન કરવા પહોંચ્યા હતા ત્યાં પોલીસે રોકીને તેમની પૂછતાછ કરી તેમની તપાસ કરતા પિસ્તોલ હાથ લાગી હતી.ચુંટણી દરમિયાન કોઈ પણ વ્યક્તિ પાસે લાયસન્સ વાળા હથિયાર હોય તો પણ પોલીસ પાસે જમા કરાવી દેવા પડે તેવો નિયમ છે.ત્યારે ગગન સોમ પોતાની પાસે હથિયાર તો રાખ્યા પણ પોલીંગ બુથમાં પણ સાથે પિસ્તોલ લઈને ગયો હતો.પોલીસે પૂછપરછ આદરી છે કે તે હથિયાર લઈને કેમ ફરી રહ્યા છે.