પોલીટેકનીક ઇન્સટીટ્યુટ કોલેજના વિધાર્થીઓ દ્રારા વિવિધ પ્રોજેકટ ડેમો રજુ કરાયા…

ગાંધીનગર જીલ્લાના મહુડી ખાતે પોલીટેકનીક ઇન્સટીટ્યુટ કોલેજના વિધાર્થીઓ દ્રારા વિવિધ પ્રોજેકટ ડેમો રજુ કરવામાં આવ્યો હતો. ગાંધીનગર પોલીટેકનીક ઇન્સટીટ્યુટના વિધાર્થીઓ દ્રારા કોમ્પ્યુટર સોફટવેર, સાઇકલઈથી ચાલતુ વોશીંગ મશીન, બેટરીથી ચાલતુ ઘાસ કટીંગ મશીન, સોલર અને બેટરીથી ચાલતો ખેતી માટે દવા છાંટવાનો પંપ, વેસ્ટ પ્લાસ્ટીકમાંથી બનતો રોડ વગેરે ઉપર પ્રોજેકટ બનાવવામાં આવ્યા હતા. વિધાર્થીઓ દ્રારા બનાવવામાં આવેલ પ્રોજેકટ જોઇને આવનાર ખાનગી કંપનીઓ તથા એકસપર્ટ લોકો પણ પ્રોજેકટ જોઇને દંગ રહી ગયા હતા. તેમના પ્રોજેકટ પંસદ કરવામાં આવ્યા હતા અને તેમને જોબ માટે પંસદ કરવામાં આવ્યા હતા.