ગુજરાતમાં ચુટણી વહેલી યોજાઇ તેવા એંધાણ…

અન્ય રાજ્યો ની ચૂટણિ પૂર્ણ થતાં હાલ ગુજરાતમાં ચુટણી વહેલી યોજાઇ તેવા એંધાણ વર્તાઇ રહ્યા છે. ત્યારે દ્વારકા જિલ્લા ની 82 વિધાનસભાની બેઠક માટે ગુજરાત કોંગ્રેસ પ્રદેશ સમિતિ દ્વારા નિરીક્ષકોની ટિમ ભાટિયા ખાતે આવી પહોચી હતી. ભાટિયા આહિર સમાજ ની વાડી ખાતે સેન્સ પ્રક્રિયા માં દાવેદારી નોંધવા દરેક ઉમેદવાર સહિત વિશાળ સંખ્યામાં કાર્યકર્તા તેમજ ટેકેદારોએ ઉપસ્થિતિ દાખવી નિરીક્ષક સમક્ષ પોતાની રજુઆત કરી હતી,જેમાં, 82 દ્વારકા વિધાન સભા બેઠક માટે સ્થાનિક ઉમેદવારો નો ભારે ઘસારો જોવા મળ્યો હતો તેમજ નિરીક્ષક તરીકે યજુવેન્દ્ર સિહ જાડેજા તેમજ જિલ્લા પ્રભારી દિનેશ ભાઈ ડાંગર ઉપસ્થિત રહ્યા હતા. જોકે, કોંગ્રેસ અગ્રણીઓ દ્વારા એક મેક થઈ કોંગ્રેસ પક્ષ માટે મેહનત કરવાની વાત પણ ઉચ્ચારી હતી.