રાજકોટ: બોમ્બના સામાન સાથે ફરી એક શંકાસ્પદ વ્યક્તિ ઝડપાયો…

રાજકોટમાં બોમ્બના સામાન સાથે ફરી એક શંકાસ્પદ વ્યક્તિ ઝડપાયો છે. પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે ઝડપાયેલ શખ્સ માનસિક અસ્થિરતા ધરાવે છે. હાલ એસઓજી પોલીસ તેને ચોટીલા પાસે આવેલા તેના ગામ નારકાવાડી તપાસ માટે લઇ ગઇ છે. પરિવાર સાથેની વાતચીત બાદ જ જાણી શકાશે કે ઝડપાયેલ શખ્સ માનસિક અસ્થિર છે કે નહીં.