રાજકોટ: સ્વચ્છતા સર્વેક્ષણના પરીણામમાં રાજકોટ 18માં ક્રમાંકે આવ્યું…

આ પહેલા રાજકોટ 7માં ક્રમાંકે હતું જે હવે 18માં ક્રમાંકે છે. રાજકોટની વસ્તી અને વિસ્તારના પ્રમાણમાં મનપામાં સફાઇ કામદારોની સંખ્યા ઓછી છે. મહાપાલિકામાં સફાઇ કામદારોનું સેટઅપ 2680નું છે. તેમાંથી હાલ 2200 કાયમી કામદાર છે. 480 સફાઇ કર્મીની ઘટ છે. અપૂરતાના સ્ટાફના લીધે સફાઇની વ્યવસ્થા સુધરતી નથી. આ કારણે સફાઇમાં થતી શરતચૂક રાજકોટને સ્માર્ટ સિટી બનવામાં વિઘ્નરૂપ થઇ રહી હોય તેવું ચિત્ર ઉપસી રહ્યું છે. સફાઇ કામદારોની સંખ્યા વધે તો જ શહેર સંપૂર્ણપણે સ્વચ્છ રહેશે. જેના કારણે અગાઉના સર્વેક્ષણમાં રાજકોટ મનપાને દેશભરના સ્વચ્છ શહેરોમાં 7મું સ્થાન પ્રાપ્ત થયું હતું.