રાજકોટ: ફરી એક વખત કેરીના વેપારીઓને ત્યા દરોડો પાડવામાં આવ્યો…

રાજકોટમાં આરોગ્ય વિભાગ દ્વારા ફરી એક વખત કેરીના વેપારીઓને ત્યા દરોડો પાડવામાં આવ્યો છે. રાજકોટ આરોગ્ય વિભાગ દ્વારા બાલાજી ફ્રૂટ સેન્ટરના ગોડાઉન પર દરોડા પાડવામાં આવ્યા છે. દરોડા દરમિયાન આરોગ્યની ટીમે 1600 કિલો અખાદ્ય કેરીનો જથ્થો જપ્ત કરીને તેનો નાશ કર્યો છે.આરોગ્ય વિભાગ દ્વારા 100 જેટલી ચાઇનીઝ કાર્બાઈટની પડીકી પણ જપ્ત કરવામાં આવી છે. મહત્વનું છે કે છેલ્લા કેટલાય સમય છે એક પછી એક રાજકોટના મોટા મોટા કેરીના વેપારીઓને ત્યા આરોગ્ય વિભાગ દ્વારા દરોડા પાડવામાં આવી રહ્યા છે જેથી રાજકોટના વેપારીઓમાં ફફડાટ ફેલાઈ ચુક્યો છે.