રાજકોટ ગ્રામ્ય જીલ્લા પોલીસે ગોંડલ સીટી પો.સ્ટે વિસ્તારમાં પેટ્રોલીંગ દરમ્યાન ચોરોને પકડી પાડ્યા..

રાજકોટ ગ્રામ્ય જીલ્લા પોલીસે ગોંડલ સીટી પો.સ્ટે વિસ્તારમાં પેટ્રોલીંગ દરમ્યાન ચોરોને પકડી પાડ્યા.પોલીસને મળેલ બાતમીના આધારે સુરજભાઇ અને ગીરીશભાઇને પોલીસે રોકી પુછપરછ કરતા તેઓ પાસેથી રાંધણ ગેસના 10 બાટલા સહીત 1 સ્પલેન્ડર બાઇક મળી આવી હતી.તેમજ 1 એલ.સી.ડી.ટી.વી.સહીતનો મુદ્દામાલ પોલીસે પકડી પાડ્યો હતો.પોલીસે ચોરીનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.