“રાંગ રીનોવેશન હેઠળ પંખી વેચાણનો પર્દાફાશ”

જામકંડોરણામાં રાંગ રીનોવેશન હેઠળ પંખી વેચાણનો પર્દાફાશ થયો છે. જામકંડોરણા રેન્જ ફોરેસ્ટ ઓફિસર જે.સી જાડેજા તથા રાઠવાભાઈને ખાનગી રાહે બાતમી મળી હતી કે, જામકંડોરણાના ધોરાજીના નાકા બહાર ગેરકાયદેસર પંખીની તસ્કરી કરવામાં આવી રહી છે. આ પક્ષીઓને બારોબાર વેહેંચી મારવાનું કારસ્તાન ચાલી રહ્યું હતું. આ બાતમીના આધારે રેક્યુ ઓપરેશન કરી 10 પોપટ સાથે 4 પાંજરા ઝડપી પાડવામાં આવ્યા હતા. આ પોપટને તેના કુદરતી સ્થાન પર છોડી દેવામાં આવ્યા હતા. આ બાબતની જાણ જામકંડોરણા વાસીમાં વાયુ વેગે ફેલાઈ જતાં પર્યાવરણ પ્રેમીમા આનંદો ફેલાયો હતો..