સાબરકાંઠા: પ્રાંતિજખાતે સેવાસેતુ કાર્યક્રમ યોજાયો…

સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજખાતે સેવાસેતુ કાર્યક્રમ યોજાયો હતો. પ્રાંતિજની ભાગોળ જુની મામલતદાર કચેરી ખાતે સરકાર દ્વારા આયોજીત સેવાસેતુ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં લાભાર્થી ઓને લાભમળે તે હેતુથી સ્થળ ઉપર જ કચેરી ઉભી કરવામાં આવી હતી જેમાં રેશનકાર્ડ,આધારકાર્ડ,ચુંટણીકાર્ડ,માં અમૃતમ યોજના,વાત્સલ્યકાર્ડ સહિતની યોજનાઓનો સ્થળ ઉપર જ તાત્કાલિક લાભાર્થીઓને નોંધણી કરી કાર્ડ ઇસ્યુ કરવામાં આવ્યાં હતાં.જેમાં લાભાર્થીઓએ સરકારની વિવિધ યોજનાઓનો લાભ લીધો હતો જ્યારે પ્રાંતિજ- તલોદ પ્રાંન્ત અધિકારી એ.આર.ચૌધરી ,નાયબ મામલતદાર ડી.એલ.રાઠોડ સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં અને લોકોને સરકારની યોજનાઓ અને લાભવિશે માહીતિ આપી હતી.