“શંકરસિંહ વાઘેલાએ કરેલા ટ્વિટને રીટ્વિટ કરતા અલ્પેશ ઠાકોરે જવાબ”

ક્ષત્રિય ઠાકોર સેનાના પ્રમુખ અલ્પેશ ઠાકોરે કોંગ્રેસના નેતા શંકરસિંહ વાઘેલાએ કરેલા ટ્વીટની પ્રતિક્રિયા આપી છે.શંકરસિંહ વાઘેલાએ મંગળવારની મોડી રાત્રે ટ્વીટર પર ટ્વીટ કર્યું હતું કે, મારી જાણકારી મુજબ 2012ની ગુજરાત વિધાનસભા અને 2014ની લોકસભાની ચૂંટણીમાં ભાજપની જીત માટે પ્રશાંત કિશોરે ચાવીરૂપ ભૂમિકા ભજવી હતી.તેમની યોગ્ય રણનીતિ અને પ્રભાવી ચૂંટણી પ્રચાર પદ્ધતિના કારણે નીતિશ-લાલુએ બિહારમાં અને કોંગ્રેસને પંજાબમાં ભવ્ય વિજય પ્રાપ્ત થયો છે.એ જ પ્રશાંત કિશોરના કારણે આગામી સમયમાં ગુજરાતમાં અને હિમાચલમાં કોંગ્રેસ ભવ્ય વિજય પ્રાપ્ત કરશે.આ ટ્વિટને રીટ્વિટ કરતા અલ્પેશ ઠાકોરે જવાબ આપતા જણાવ્યું છે કે,ગુડ લક બાપુ, પ્રશાંત કિશોર કમસેકમ તમારી બેઠક પર તમને જીતાડે તેવી આશા છે.આ ટ્વિટને લઈને રાજકીય વર્તુળોમાં ભારે ચર્ચા ચાલી રહી છે.જોકે અલ્પેશ ઠાકોરે આ ટ્વિટ અંગે સ્પષ્ટતા કરતા જણાવ્યું કે,જ્યારે હું કોંગ્રેસમાં હતો અને શંકરસિંહ વાઘેલાના અંગત વર્તુળમાં હતો.બાપુની સૂઝબૂઝ તેમના ઘોર વિરોધીઓ પણ માનપૂર્વક સ્વીકાર કરે છે.આવા કદાવર નેતા જ્યારે ચૂંટણી જીતવા માટે પોતાના પક્ષની તાકાત પર આધાર રાખવાને બદલે પ્રશાંત કિશોર જેવા રણનીતિકાર પર આધાર રાખે તો એ ખૂબજ આઘાતજનક અને દુખદ બાબત છે.