સાવકીમાતા એ અમાનુષી અત્યાચાર ગુજારતા ત્રણ દિકરીઓને ઢોરમાર માર્યો…

ભરૂચ જીલ્લાનાં દહેજગામે સાવકીમાતાએ ત્રણ પુત્રીઓને ઢોરમાર માર્યો. ભરૂચના દહેજ નજીક આવેલા ઝોલવા ગામે શ્રમજીવી પરિવારમાં એક ફિટકાર જનક ઘટના બનવા પામી હતી. જેમાં યુવાનવયની ત્રણ દિકરીઓને તેમનીજ સાવકીમાતાએ ઢોરમાર માર્યો હતો. સાવકીમાતા એ અમાનુષી અત્યાચાર ગુજારતા ત્રણે દિકરીઓને દિવાલ સાથે પણ અથડાવીને ગંભીર ઈજાઓ પહોંચાડતા આ દિકરીઓને હોસ્પિટલના બિછાને પહોંચવું પડયું હતું. આ બનાવ અંગે દહેજ પોલિસ મથકે દિકરીઓના પિતાએ સાવકીમાતા વિરૂઘ્ઘ ફરિયાદ નોંઘાવી હતી.