એસબીઆઇ ક્રેડિટ કાર્ડનું પેમેન્ટ ચેકથી કરવાનું હવે મોંઘુ પડશે…

એસબીઆઇ ક્રેડિટ કાર્ડનું પેમેન્ટ ચેકથી કરવાનું હવે મોંઘુ પડશે. કંપનીએ તેના કસ્ટમર્સને મોકલેલી જાણકારીમાં જણાવાયું છે કે બે હજાર રૂપિયાથી ઓછી રકમનું પેમેન્ટ ચેક ડ્રોપ બોક્સ દ્ધારા કરવાથી 100 રૂપિયાની એડિશનલ ફી આપવી પડશે. આ નિર્ણયની અસર એસબીઆઇ કાર્ડના 40 લાખથી વધુ કસ્ટમર્સ પર પડી શકે છે. આ નિર્ણય એક એપ્રિલથી લાગુ થઇ ગયો છે. એસ.બી.આઇ ક્રેડિટ કાર્ડનું કહેવું છે કે ઘણાં લોકો ડ્રોપ બોક્સમાં મોડેથી ચેક નાંખે છે અને પછી લેટ પેમેન્ટ ચાર્જને લઇએતો વિવાદ થાય છે. આ પ્રકારના વિવાદ ન થાય એટલા માટે કંપનીએ આ નિર્ણય લીધો છે.