સૈાપ્રથમ વાર વેરાવળ થી સોમનાથ મંદીર સુઘી શિવજી ની ભવ્ય વૈદીક પાલખીયાત્રા યોજાશે…

વેરાવળમાં મહાશિવરાત્રીની પરંપરાગત ઉજવણી માટે તડમાર તૈયારી ચાલુ થઈ ગઈ છે.જેમાં આ વખત સૈાપ્રથમ વાર વેરાવળ થી સોમનાથ મંદીર સુઘી શિવજી ની ભવ્ય વૈદીક પાલખીયાત્રા યોજાશે. જેમાં 250થી વધુ કલાકારો શિવવંદના કરશે.  મહાશિવરાત્રીના દિવસે 24 કલાક દર્શન માટે મંદિર ખુલ્લુ રહેશે જેમાં લાખો ની સંખ્યમાં શિવભકતો ઉમટી પડશે ત્યારે મંદીર ટ્રસ્ટ દ્વારા ખાસ સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે