કાશ્મીરમાં 13 વર્ષ બાદ એપ્રિલ મહિનામાં બરફવર્ષા, ચાર લોકોના મોત…

કાશ્મીરમાં 13 વર્ષ બાદ એપ્રિલ મહિનામાં બરફવર્ષા અને વરસાદ થતા ચાર લોકોના મોત થયા છે. તેમજ રાજધાની શ્રીનગરના મુખ્ય વિસ્તારોમાં પાણી ભરાતા લોકોની મદદ માટે સેનાને બોલાવી પડી છે. બીજી તરફ, લદાખમાં હિમપ્રપાતમાં સેનાના 5 જવાન ફસાઈ ગયા છે. જે પૈકી 2ને બચાવી લેવામાં આવ્યા છે. અન્ય 3 જવાન મૃત્યુ પામ્યા હોવાના અહેવાલ મળી રહ્યા છે. ઘાટીમાં આ પહેલા 2004માં મે મહિનામાં બરફવર્ષા થઈ હતી. વડાપ્રધાન મોદીએ જમ્મુ-કાશ્મીરના સીએમ મહેબૂબા મુફતી સાથે વાત કરીને પૂરગ્રસ્ત વિસ્તારોની સ્થિતિ જાણી હતી. રાજ્યની પરિસ્થિતિ થાળે પાડવા વડાપ્રધાને કેન્દ્ર તરફથી શક્ય તમામ પ્રકારની સહાય કરવામાં આવશે તેવી ખાતરી આપી છે.