સોમનાથ: ગુજરાતમાં 150 થી વઘુ સિટો માટે તમામ આગેવાનો કમળ સાથે દાદા સોમનાથને રીજવશે…

ભાજપની ગુજરાતમાં સફળતા માટે સોમનાથના શરણે ગુજરાતમાં 150 થી વઘુ સિટો માટે તમામ આગેવાનો કમળ સાથે દાદા સોમનાથને રીજવશે. ગીર સોમનાથમાં ભાજપની સ્થાપના બાદ પ્રથમ વાર પ્રથમ જયોર્તિલિંગ સોમનાથ મહાદેવના સાંનિધ્યમાં ગુજરાત પ્રદેશ ભાજપની કારોબારી બેઠક યોજાશે.જેમાં 500થી વધુ ડેલીગેટ હાજર રહશે. તેમજ મુખ્યમંત્રી વિજય રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ સહિત 22 મંત્રીઓ ઉપસ્થિત રહેશે. સાથે જ રાષ્ટ્રીય પ્રમુખ અમીત શાહ,રાષ્ટ્રીય મહામંત્રી વી. સતીશ પણ આ કાર્યક્રમમાં હાજર રહેશે.