અરવલ્લી – ગરમીનું પ્રમાણ વધવાની શકયતા…

અરવલ્લી જીલ્લામાં છેલ્લા કેટલાય દિવસથી ગરમીનો પારો ખૂબજ વધી રહ્યો છે. ત્યારે આજના દિવસે પણ ગરમીનું પ્રમાણ 40 ડીગ્રી રહ્યું હતું. પ્રજાજનો ગરમીથી બચવાના ઉપાયો શોધી રહ્યા હતા.તો વાતાવરણમાં હીટ-વેવની અસર વર્તાવા લાગી છે. મોડાસા શહેરમાં હવામાન ખાતાના જણાવ્યા અનુસાર ગરમીનું પ્રમાણ વધવાની શકયતા દર્શાવી રહ્યા છે.તેની સાથે લોકોએ બહાર નીકળવાનું ટાળ્યું હતું. જોકે, લોકો ગરમીથી બચવાના નુશ્ખાઓ અજમાવી રહ્યા છે.