સુપ્રિમ કોર્ટે ખેડુતોની આત્મહત્યાઓ ઉપર ચિંતા વ્યકત કરી…

સુપ્રિમ કોર્ટે ખેડુતોની આત્મહત્યાઓ ઉપર ચિંતા વ્યકત કરી છે.એક જનહિત અરજી પર મુખ્ય ન્યાયધીશ ખેહરના વડાપણવાળી ત્રણ સભ્યોની ખંડપીઠે ખેડુતોના મોત બાદ પીડિત પરિવારને વળતર આપી દેવુ એ સમસ્યાનો હલ નથી તેમ જણાવ્યું હતું.તેમણે વધુમાં જણાવ્યું હતું કે  સમસ્યાને નિપટવા માટે સરકાર ખોટી દિશામાં ભટકી રહી છે.જો સાચી દિશામાં પ્રયાસ કરવામાં આવે તો ઘણુ બધુ મેળવી શકાય તેમ છે.સુપ્રિમ કોર્ટે સરકારને આ બાબતે નક્કર યોજના તૈયાર કરી રજુ કરવા પણ કહ્યુ છે.મામલાની હવે પછીની સુનાવણી ર૭મી માર્ચે થશે.