સુરત: સેવા ના ભાવે ડાયાલીસીસ સેન્ટર મંત્રી ઈશ્વર પટેલ દ્વારા ખુલ્લું મુકાયું…

સુરત ના ઓલપાડ માં સેવા ના ભાવે ડાયાલીસીસ સેન્ટર મંત્રી ઈશ્વર પટેલ દ્વારા ખુલ્લું મુકાયું હતું. સુરતના ઓલપાડ તાલુકા ના કિમ ગામ ની સાધના કુટિર હોસ્પિટલ માં 15 લાખ ના ખર્ચે ડાયાલીસીસ સેન્ટર નું ઉદ્ઘાટન કરાયું હતું જેમાં ગુજરાત ના સહકાર મંત્રી ઈશ્વર પટેલ પણ ઉપસ્થિત રહી નવનિયુક્ત ડાયાલિસિસ સેન્ટર ને ખુલ્લું મૂક્યું હતું. આમ તો કિમ ગામ ની સાધના કુટિર હોસ્પિટલ અત્યાધુનિક છે જ પરંતુ હોસ્પિટલ માં ડાયાલિસિસ સેન્ટર ના અભાવ ને કારણે ત્રણ તાલુકા ના 63 ગામ ના ડાયાલીસીસ ના દર્દીઓ ડાયાલિસિસ માટે સુરત ની હૉસ્પિટલ જવા મજબુર બન્યા હતા ત્યારે હવે સાધના કુટિર હોસ્પિટલ માં ડાયાલિસિસ સેન્ટર શરૂ કરતાં 63 ગામ ના ડાયાલીસીસ ના દર્દી ઓ ને ઘણી રાહત મળી છે અહીં મહત્વ ની વાત એ છે કે બીજી બધી હોસ્પિટલો માં ડાયાલિસસ નો ચાર્જ 2000 થી 2500 સુધી નો છે જ્યારે કિમ ની સાધના કુટિર હોસ્પિટલ માં શરૂ કરવા માં આવેલ ડાયાલિસસ સેન્ટર માં ડાયાલિસસ નો ચાર્જ માત્ર 100 રૂપિયા છે ત્યારે હોસ્પિટલ દ્વારા સેવા ના ભાવે ડાયાલિસિસ સેન્ટર નું ઉદ્ઘાટન કરવા માં આવ્યું હતું અને આ ડાયાલિસસ સેન્ટર ના ઉદ્ઘાટન ને લઈ ત્રણ તાલુકા ના 63 ગામડા ના ડાયાલીસીસ ના દર્દી ઓ માં ખુશી જોવા મળી છે