સુરતના દંપતીએ મહેસાણામાં આવીને આપઘાત…

સુરતના દંપતીએ મહેસાણામાં આવીને આપઘાત કર્યોની ઘટના સામે આવી છે…આ ઘટના અંગે પોલીસને જાણ કરાઇ હતી ત્યાર બાદ મૃતકના સ્વહસ્તે લખાયેલી સુસાસાઇડ નોટ જોતા કલેશ્વરમાં આવેલી 11 વીઘા જમીન બાબતે થયેલી છેતરપીંડીથી હતાશ સુરતના લોખંડના વેપારીએ મહેસાણાની સાગર સોસાયટીમાં રૂમમાં પત્ની સાથે ગળે ટૂંપો ખાઇ આપઘાત કરી લેતાં ચકચાર મચી ગઇ હતી. 2 મહિનાની રઝળપાટ દરમિયાન જમીન દલાલોની ધમકીઓ અને સ્થાનિક ઓળખાણો વચ્ચે ન્યાય મળવો અશક્ય જણાતાં આ પગલુ ભર્યું હોવાનુ સામે આવ્યુ છે.