સુરત – પેપર ખરાબ ગયા હોવાના ડરથી તેણીએ આપઘાતનું પગલું ભર્યું…

સુરતના પાંડેસરમાં સ્ટુડન્ટે પરીક્ષાના માનસિક તણાવમાં ફિનાઇલ ગટગટાવી આપઘાતનો કરવાનો પ્રયાસ કર્યો હતો.સુત્રો અનુસાર આપઘાત કરનાર કિશોરીએ વર્ષ 2016માં ધોરણ- 12ની પરીક્ષા આપી હતી. જેમાં તે નાપાસ થઈ હતી. જેથી આ વર્ષે તેણીએ ફરી પ્રયાસ કરીને પરીક્ષા આપી રહી હતી. જોકે અંગ્રેજીનાં પેપરને લઇ તેણી માનસિક તણાવમાં રહેતી હતી. ત્યાર બાદ આખી રાત અભ્યાસ કરી સવારે તેના રૂમમાંથી ફિનાઇલ પીધેલી હાલતમાં મળી આવી હતી.પેપર ખરાબ ગયા હોવાના ડરથી તેણીએ આપઘાતનું પગલું ભર્યું હોવાનુ અનુમાન કરવામાં આવી રહ્યુ છે.